જામનગરના જોગવડ ગ્રુપ દ્વારા છેલ્લાં 23 વર્ષથી જામનગરથી માટેલ પદયાત્રા સઘનું આયોજન કરવામાં આવે છે. દર ચૈત્રી નવરાત્રીએ મોટી સંખ્યામાં ભકતો જામનગરથી માટેલ પદયાત્રા કરી જતાં હોય છે.
આજરોજ જામનગરમાં સુભાષ શાર્ક માર્કેટ નજીક દેવુભાના ચોક વિસ્તારમાંથી પદયાત્રીઓ માટેલ જવા રવાના થયા હતાં. પદયાત્રીઓ માટે વિવિધ સેવા સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે. જોગવડ ગુ્રપ દ્વારા આયોજીત પદયાત્રામાં ચા-નાસ્તો ભોજન તથા મેડિકલ સેવાઓ પુરી પાડવામાં આવે છે. આજરોજ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, શહેર કોંગ્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, લોહાણા સમાજ અગ્રણી જીતુભાઇલાલ સહિતના અગ્રણીઓ દ્વારા પદયાત્રા સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું.