હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે જામનગરમાંથી પગપાળા પસાર થતાં પદયાત્રીઓ ખુબજ મોટી સંખ્યામાં નજરે પડ્યાં હતા.
છેલ્લાં બે વર્ષથી કોરોનાનું ગ્રહણ લગતા હોળી પર્વ પર દ્વારકાદિશને શીશ ઝૂકવા જતા ભક્તોને મનાઈ ફરમાવવામાં આવી હતી. આ વર્ષે કોરોના હલવો થતાં ખંભાળિયા- દ્વારકા હાઇ-વે પર પગપાળા દ્વારકા જતા ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ભક્તો પોતાનાને મનોકામના પૂર્ણ થયા તે માટે લોકો પગપાળા દ્વારકાધીશના દર્શન કરવાની માનતાઓ કરતા હોય છે. તેવીજ રીતે સુરેન્દ્રનગરની સાત બહેનો પોતાના એકના એક ભાઈની માનતા માટે કેટલાય વર્ષથી ચાલીને જાય છે. અને પોતાના ભાઈની બધી મનોકામના પૂર્ણ થાય એ માટે પ્રાર્થના કરે છે. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના ચરણે શિશ ઝુકાવવા સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ ઉમટી પડે છે. તેમજ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા જતાં પદયાત્રીઓ માટે રસ્તામાં જુદાં-જુદાં સ્થળે સેવાભાવીઓ દ્વારા કેમ્પો યોજવામાં આવ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે આરામ કરવાની અને જમવાની તથા ઠંડા-પીણાની સુવિધાઓ રાખવામાં આવી છે.