Saturday, December 21, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક બાઈકની અડફેટે પદયાત્રી યુવાનનું મૃત્યુ

ખંભાળિયા નજીક બાઈકની અડફેટે પદયાત્રી યુવાનનું મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા- પોરબંદર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 21 કી.મી. દુર ભાડથર ગામ નજીકથી ચાલીને જઇ રહેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામના રહીશ એવા જેન્તીભાઈ શાંતુનાથ પરમાર નામના 42 વર્ષના યુવાનને પાછળથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે ઠોકર મારી હતી. જેથી જેન્તીનાથભાઈ ઉર્ફે જેંતીલાલ પરમારને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ બનાવ અંગે મૃતકના ભાઈ વિજયનાથ શાંતુનાથ પરમારની ફરિયાદ ઉપરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે આઇપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એમ. જે. સાગઠીયાએ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular