ખંભાળિયામાં હાલ કુંભાર પાડો વિસ્તારમાં હુસેની ચોક ખાતે રહેતી અને ઈસ્માઈલ મામદભાઈ ઊમટા નામના સંધિ મુસ્લિમની 26 વર્ષીય પુત્રી બેનઝીરને તેણીના લગ્ન જીવનના બે માસ પછીથી તેણીના સલાયાના પરોડીયા રોડ ખાતે રહેતા પતિ મહેમુદ ઓસમાણ ઘાવડા દ્વારા તેણીના લગ્નજીવન દરમિયાન અવાર નવાર બિભત્સ ગાળો કાઢી, મેણા મારવામાં આવતા હતા. આટલું જ નહીં આરોપી પતિ મહેમૂદની બીજી પત્ની સબીરા મહેમુદ ઘાવડાની ચડામણીથી ફરિયાદી બેનઝીરને પતિ દ્વારા બેફામ બોલ બોલી, મારકૂટ કરવા ઉપરાંત તેણીને પોતાના સંતાન સાથે છેલ્લા દોઢેક વર્ષથી માવતરે કાઢી મૂકવામાં આવી હોવાની ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે મહિલાની ફરિયાદ પરથી તેણીના પતિ તથા બીજી પત્ની સામે આઈપીસી કલમ 498(એ), 323, 504, તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.