રાજસ્થાનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો એક મૃતદેહને ચાર કલાક ડીપ ફ્રીઝરમાં રખાયો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્મશાને લઇ જતાં અચાનક જીવતો થયો.
ઝૂંઝુનુની બીડીકે હોસ્પિટલમાં ડોકટરોએ એક દર્દીને મૃત જાહેર કર્યો એટલું જ નહીં પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આપવામાં આવ્યો. જેપછી મૃતદેહને ચાર કલાક સુધી ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે અગ્નિસંસ્કાર માટે તેને લઇ જવાયો ત્યારે તે અચાનક જ જીવતો થયો. આ સમગ્ર મામલે બેદરકારી દાખવનાર ત્રણ ડોકટરોને સસ્પેન્ડ કરાયા હતાં. રોહિતાશ નામનો વિકલાંગ અને માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ ઝુંઝનુના બગગાડમાં સેવા સંસ્થાનમાં રહેતો હતો. ગુરૂવારે સવારે બેભાન અવસ્થામાં તેને સારવાર માટે સરકારી બીડીકે હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરે તેને મૃતજાહેર કર્યો હતો. શબઘરમાં ખસેડાયો અને બે કલાક બાદ મૃતદેહનું પીએમ કરવામાં આવ્ય તું. મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવતા મૃત રોહિતાશ જીવતો થયો હતો. અને તેને તરત જ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ગંભીર બેદરકારી બદલ દોષિત તબીબોને સસ્પેન્ડ કરી કાર્યાહી શરૂ કરવામાં આવી હતી.