જામનગર તાલુકાના ચંગા ગામના પાટિયા નજીકથી પસાર થતી વરૂડી ટ્રાવેલ્સની બસના ચાલકે કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇ જતાં 10 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. મુસાફરો જીવ બચાવવા બસના કાચ તોડીને બહાર કુદી પડયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી.માં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરથીલાલપુર તરફ જતાં માર્ગ પર ચેલા ગામના પાટિયા પાસેથી પસાર થતાં જી.જે.-01ડીએકસ-2192 નંબરની બસના ચાલક અનિલભાઇએ રવિવારે સાંજના સમયે સ્ટીયરીંગ પરનોકાબુ ગુમાવી દેતાં બસ પલ્ટી ખાઇને રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી. અકસ્માતમાં બસ પલ્ટી જતાં અંદર બેઠેલા મુસાફરોની ચિચીયારોથી રોડ ગુંજી ઉઠયો હતો. બસમાં બેસેલા મુસાફરોએ જીવ બચાવવા બસના કાચ તોડીને બહાર કૂદી પડયા હતા. બનાવની જાણ થતાં એ.એસ.આઇ. પી.બી. ગોજિયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે તોડી ગયો હતો અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં બનાવ અંગે કિશન મોડાજી મેઘવાર નામના યુવાનના નિવેદનની આધારે પોલીસે વરૂડી ટ્રાવેલ્સની બસના ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.