Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરમહાસોમયાગ અને વિષ્ણુગોપાલ મહાયાગ સાથે છાક મનોરથના દર્શનનો લાભ લેતા ભાવિકો

મહાસોમયાગ અને વિષ્ણુગોપાલ મહાયાગ સાથે છાક મનોરથના દર્શનનો લાભ લેતા ભાવિકો

- Advertisement -

જામનગર શહેરના આંગણે સર્વ પ્રથમ આયોજીત મહાસોમયાગ અને વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં કપલોએ યજમાન લાલ પરિવાર સાથે યજ્ઞશાળામાં બેસી યજ્ઞકુંડમાં આહુતી અર્પણ કરવા સાથે મહાયજ્ઞનો લાભ લીધો હતો. આ ઉપરાંત યજ્ઞદેવતાના દર્શન માટે તેમજ પરિક્રમા માટે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં.

- Advertisement -

શહેરના એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) પરિવાર આયોજીત શ્રી વિ2ાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ અને શ્રી વિષ્ણુ ગોપાલ મહાયાગ નિવિધ્ને આગળ વધી રહ્યો છે. શહેરના એરપોર્ટ રોડ નજીક જુુની આર.ટી.ઓ.ચેક પોસ્ટ પાસે લાલ પરિવારની વાડીની જગ્યામાં ઉભા કરાયેલા વિશાળ શ્રી વલ્લાભાચાર્યનગરમાં યજ્ઞોત્સવના બીજા દિવસે તા. 26 જાન્યુઆરીના 2ોજ કેબીનેટમંત્રી રાધવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, પૂર્વ મંત્રીઓ આર.સી.ફળદુ, ચીમનભાઈ શાપરીયા, માજી ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, શહર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, વિશ્ર્વ હિન્દુ પરીષદના જીલ્લા અધ્યક્ષ્ા ભરતભાઈ ડાંગરીયા, મંત્રી પ્રવિણસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જીલ્લા સહકારી બેંકના માજી ચરમેન પી.એસ.જાડેજા, જામનગર જીલ્લા સહકા2ી બેંકના વાઈસ ચેરમેન ધ2મશીભાઈ ચનીયા2ા, જામનગરના ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, જયશ્રીબેન જાની, મનપા શાસક જુથના દંડક કેતનભાઈ નાખવા, જામનગરના જીલ્લા સરકારી વકિલ જમનભાઈ ભંડેરી ઉપ2ાંત દેવભૂમિ દ્વારકાના જીલ્લા પોલીસ વડા નિતેષ પાંડે સાથે જામનગરના કોર્પોરેટરો, જામનગર અને દ્વારકાના પ્રજાક્યિ પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો-સામાજીક અને સહકારી ક્ષ્ોત્રના અગ્રણીઓ-તબીબો- ઉધોગપતિઓ-વેપારીઓ અને જામનગ2ના રાધેકૃષ્ણ મંદિરવાળા સંત હરિબાપુ સહિત વિશાળ સંખ્યામાં નાગરીકોએ યજ્ઞ નારાયણના દર્શન-પિ2ક્રમાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ યજ્ઞોત્સવ સાથે યજમાન લાલ પરિવાર દ્વારા યજ્ઞશાળાની બાજુમાં ઉભા કરાયેલા મનોરથ પંડાલમાં દરરોજ જુદા-જુદા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા બીજા દિવસે છાક મનોરથનો લાભ પણ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો હતો.

- Advertisement -

દેશ-વિદેશમાં આ સાથે 14પમો મહાસોમયાગ કરાવી રહેલા પદ્મમભૂષણ પ.પૂ.ગો.ડો.ગોકુલોત્સવજી મહારાજ (ઈંદોર) તથા સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા.ગો. ડો. વ્રજોત્સવજી મહોદય અને પૂ.પા.ગો.ચિ.ઉમંગરાયજી બાવાની નિશ્ર્તામાં પ્રકાંડ પંડિતો સંસ્કૃતમાં શ્ર્લોકોના ઉચ્ચા2ણ સાથે યજ્ઞની વિધિ સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે કરાવી રહયા છે.

આ મહાયજ્ઞ મહોત્સવના યજમાન પરિવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજભાઈ લાલ સહિતના પરિવારજનો – કુટુંબીજનોના માર્ગદર્શન શુભેચ્છકો-મીત્રોની મોટી ટીમ તમામ વ્યવસ્થાઓ જાળવીને આ ધર્મોત્સવ શાંતિમય વાતાવ2ણમાં આનંદ-ઉલ્લાસ સાથે આગળ વધે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular