1 એપ્રિલ, 2021થી દેશમાં કેટલીક બેન્કોની ચેકબુક અને પાસબુક ઇનવેલિડ થવા જઇ રહી છે. આ એવી બેન્કો છે કે જેમની અન્ય બેન્કોમાં મર્જર 1 એપ્રિલ 2019 અને 1 એપ્રિલ 2020થી લાગુ થયું હતું. આ બેન્કોના નામ છે દેના બેન્ક, વિજયા બેન્ક, કોર્પોરેશન બેન્ક, આંધ્ર બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેન્ક અને અલાહાબાદ બેન્ક છે.
દેના અને વિજયા બેન્કનું બેન્ક ઓફ બરોડામાં મર્જર થયું હતું અને 1 એપ્રિલ 2019 થી અમલમાં આવ્યું હતું. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું મર્જર પંજાબ નેશનલ બેન્કમાં થયું છે, સિન્ડિકેટ બેન્ક કેનેરા બેન્ક, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્ક સાથે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને અલાહાબાદ બેન્કનું ઇન્ડિયન બેન્ક સાથે મર્જર થયું છે.
અન્ય બેન્કો મર્જ કરેલી બેન્કોના ગ્રાહકોની ખાતા સંખ્યા, આઈએફએસસી, એમઆઈસીઆર કોડ, શાખાનું સરનામું, ચેકબુક, પાસબુક વગેરે બદલે છે. પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાએ પહેલેથી જ જણાવ્યું છે કે ઓબીસી, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, વિજયા બેન્ક અને દેના બેન્કની હાલની ચેકબુક ફક્ત 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે. એ જ રીતે અન્ય મર્જ કરેલી બેન્કોના ગ્રાહકો પણ હાલની ચેકબુક, પાસબુકથી 31 માર્ચ સુધી જ સંચાલન કરી શકશે. નવી ચેકબુક, પાસબુક 1 એપ્રિલથી માન્ય રહેશે.
સિન્ડિકેટ બેન્કના કિસ્સામાં કેનેરા બેન્કે કહ્યું છે કે સિન્ડિકેટ બેન્કની હાલની ચેકબુક 30 જૂન, 2021 સુધી માન્ય રહેશે. જો તમે મર્જ કરેલા બેન્કોના ગ્રાહક છો, તો પછી મોબાઇલ નંબર, સરનામું, નોમિની વગેરેની વિગતો અપડેટ કરાવી લો જેથી આગળ કોઈ મુશ્કેલી ન થાય અને તમને એસએમએસ અથવા ઇમેઇલ દ્વારા જરૂરી માહિતી રહે.
નવી ચેકબુક, પાસબુક મેળવ્યા બાદ વિવિધ નાણાકીય સાધનોમાં નોંધાયેલ તમારી બેંકિંગ વિગતોને પણ અપડેટ કરવાનું ભૂલશો નહીં. જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ, ટ્રેડિંગ એકાઉન્ટ્સ, જીવન વીમા પોલિસી, આવકવેરા એકાઉન્ટ, એફડી/આરડી, પીએફ એકાઉન્ટ અને અન્ય ઘણા સ્થળો જ્યાં બેન્ક એકાઉન્ટને અપડેટ કરવું જરૂરી છે.