Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વધુ એક શખ્સ વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર ઉગામતાં જિલ્લા પોલીસ વડા

જામનગરના વધુ એક શખ્સ વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર ઉગામતાં જિલ્લા પોલીસ વડા

પ્રોહિબિશનના કેસમાં અટકાયત કરી લાજપોર જેલમાં ધકેલાયો

- Advertisement -

જામનગર શહેરમાં વધુ એક શખ્સને પ્રોહિબીશનના કેસમાં પાસાનું શસ્ત્ર ઉગામતાં જિલ્લા પોલીસ વડા દ્વારા લાજપોર સુરત જેલમાં મોકલી આપવાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના નવાગામઘેડ, ઇન્દિરા સોસાયટીમાં રહેતાં વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી (ઉ.વ.24) નામના શખ્સ વિરુધ્ધ પ્રોહિબિશનના કેસ હેઠળ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાની સૂચના અનુસાર સીટી-બીના પીઆઇ એચ.પી. ઝાલા તથા સર્વેલન્સ પીએસઆઇ ડી.એસ. વાઢેર દ્વારા પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી પોલીસ વડા મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ. શાહને પાસાની દરખાસ્ત કરી હતી. આ અંગે જિલ્લા મેજી. દ્વારા પાસાનું વોરંટ ઇસ્યૂ કરતાં એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીની સૂચના અનુસાર પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા પોકો શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલસરા સહિતના સ્ટાફ દ્વારા વિશાલ ઉર્ફે ભવાન હિતેશ સોલંકી નામના શખ્સને ઝડપી લઇ સુરત લાજપોર જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular