રાજકીય પક્ષો દ્વારા વર્ષ 2019-20માં 6363 દાન દ્વારા રૂ. 1013 કરોડનું દાન મળ્યું હોવાનું જાહેર કરાયું હતું જેમાં 5576 દાન દ્વારા ભાજપને રૂ. 785 કરોડ જ્યારે કોંગ્રેસને 350 દાન દ્વારા રૂ. 139 કરોડ મળ્યું હતું. રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાં ગુજરાતનો ફાળો 4.8% છે. રાજકીય પક્ષોને સૌથી વધુ ડોનેશન મહારાષ્ટ્રમાંથી રૂ. 368 કરોડ મળ્યું હતું. બીજા નંબરે દિલ્હીમાંથી રૂ. 338 કરોડ દાન મળ્યું હતું. ત્રીજા નંબરે ગુજરાત અને કર્ણાટકમાંથી રૂ.48-48 કરોડ ડોનેશન મળ્યું હતું.
એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા કરાયેલા એનાલિસીસમાં આ વિગતો બહાર આવી છે. ગુજરાતના કુલ ડોનેશન રૂ. 48.23 કરોડમાંથી રૂ. 43.50 કરોડ કોર્પોરેટ-બિઝનેસ હાઉસમાંથી આવેલા છે જ્યારે 4.73 કરોડ વ્યક્તિગત રીતે અલગ-અલગ લોકો પાસેથી દાન મળેલું છે. રાજકીય અહેવાલ અનુસાર ગુજરાતમાંથી ભાજપને અંદાજે રૂ.44 કરોડનાં અને કોંગ્રેસને રૂ. 3.40 કરોડનું દાન મળ્યું છે.