છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે કાલાવડ શહેર તથા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમા પણ સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદ પડ્યો હતો.
કાલાવડ શહેર તથા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. સવારના વાદળીયા વાતાવરણ વરચે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. શહેર તથા તાલુકાના શીશાંગ, નિકાવા, નવા રણુંજા, મોટા વડાલા, જસાપર સહિત ના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેના પરિણામે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. વરસાદથી ખેડૂતો માં ખુશી જોવા મળી હતી તો બાળકો પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.