Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વધુ એક જર્જરીત ઇમારતનો ભાગ તૂટી પડયો - VIDEO

જામનગરમાં વધુ એક જર્જરીત ઇમારતનો ભાગ તૂટી પડયો – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં ચોમાસાની સિઝન વચ્ચે વધુ એક જર્જરીત ઇમારતનો ભાગ અચાનક ધસી પડયો હતો. આ ઘટના રાત્રીના સમયે થઇ હોય, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -

આ ઘટનાની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં ચારણફળી પાસે આવેલ ધનભાઇના ડેલાથી જાણીતી ઇમારતનો જર્જરીત ભાગ રાત્રીના સમયે અચાનક ધસી પડયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ અંગે રહેવાસીઓ દ્વારા જામ્યુકોમાં અનેક વખત રજૂઆત કરી જર્જરીત ઇમારતનો ભાગ તોડી પાડવા માગણી કરી હતી. પરંતુ તંત્રએ કોઇ પગલાં લીધા ન હતાં અને રાત્રીના સમયે ઘટના બની હોય, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -

આ ઉપરાંત રણજીતનગરમાં જુનો હુડકો વિસ્તારમાં પણ એક મકાનની દિવાલ ધરાશાહી થતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં જામપાની ટીમ દોડી ગઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular