છેલ્લાં ત્રણ વર્ષથી બોડેલી (છોટા ઉદેપુર) ના વાહન ચોરીના કેસમાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડએ જામનગરના લાખાણી ગામેથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કેસમાં નાસતો ફરતો આરોપી ગણપતસિંહ ઉર્ફે સહદેવસિંહ રાજપૂત લાખાણી ગામે હોવાની પેરોલ ફર્લો સ્કવોર્ડના ભરતભાઈ ડાંગર, સલીમભાઈ નોયડા તથા કાસમભાઈ બ્લોચને બાતમી મળી હતી. બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. મહિપાલ સાદિયા, ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના હેકો નિર્મલસિંહ જાડેજા તથા પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આરોપી ગણપતસિંહ ઉર્ફે સહદેવસિંહ રાજપૂતને લાખાણી ગામેથી ઝડપી લઇ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન જાણ કરી સિટી એ પોલીસને સોંપી આપ્યો હતો.