વલસાડના રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઈંગ્લીશ દારૂના કેસમાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે જામનગરમાંથી ઝડપી લઇ સિટી એ ડીવીજન મારફત વલસાડ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઈંગ્લીશ દરારૂના કેસનો આરોપી હિરેન કિશોરભાઈ ગોસ્વામી નાસતો ફરતો હોય, હાલમા જામનગર દિ.પ્લોટમાં હોવાની પેરોલ ફર્લો સ્કવોર્ડને મળેલ બાતમીના આધારે રેઈડ દરમિયાન જામનગર 58 દિ.પ્લોટમાં હરભોલે પાનની દુકાન પાસેથી હિરેન કિશોરભાઈ ગોસ્વામીને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે વલસાડ રૂરલ પોલીસને સોંપવા જામનગર સિટી એ ડીવીઝન પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરી હતી.
આ કાગમગીરી પીએસઆઈ એ.એસ. ગરચર, એએસઆઈ ગોવિંદ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશ સુવા, કરણસિંહ જાડેજા, ભરત ડાંગર, પો.કો. ધર્મેન્દ્ર વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તેમજ એલસીબીના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.