જામનગરની પોલીસ ટીમે આંતરરાજ્ય જિલ્લા ગેંગના મુખ્ય સુત્રધારને રાજકોટ તાલુકાના નિયારા ગામેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ,ગુજરાતના જુદાં-જુદાં જિલ્લામાં લૂંટ-ધાડ તથા ઘરફોડ ચોરી જેવા પાંચ ગંભીર ગુનાઓમાં છેલ્લાં 10 વર્ષથી નાસતો-ફરતો મુખ્ય આરોપી રાજકોટના નયારામાં હોવાની કાસમ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ભરત ડાંગરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મહિપાલ સાદિયા, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે રાજકોટ જિલ્લાના નિયારા ગામમાંથી રતન ગોબર ભુરિયા નામના શખ્સને ઝડપી લઇ જામનગર સિટી એ ડીવીઝનમાં સોંપી આપ્યો હતો.
તેના આધારે પોલીસે ગોધરા તાલુકાના વિસ્તારોમાં 2011 અને 2012 માં ત્રણ ગુના તથા રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2003 માં બે ગુના આચરેલા રતન ભૂરિયાને ગોધરા પોલીસને સોંપવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી લેતું પેરોલ ફર્લો સ્કવોર્ડ
ગોધરા અને રાજગઢના લૂંટ અને ઘરફોડ ચોરીના પાંચ ગુનાઓ : ગોધરા પોલીસને સોંપવા કાર્યવાહી