પંચ-એ તથા ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ચાર કેસમાં ફરાર આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે ભાવનગરથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના પંચ-એ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ત્રણ કેસ તથા ધ્રોલના પ્રોહિબિશનના કેસમાં નાસતો-ફરતો આરોપી પ્રેમલ મહેશ ઉર્ફે રાજુ ચુડાસમા ભાવનગર ખાતે હોવાની પેરોલ ફર્લો સ્કવોડના કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા તથા રણજીતસિંહ પરમારને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તેમજ એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આરોપી પ્રેમલ મહેશ ઉર્ફે રાજ ચુડાસમાને તેમના રેહણાંક મકાન ચિત્રા વિસ્તાર, ભાવનગર ખાતેથી ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે જામનગર પંચ-એ પોલીસને સોંપી આપ્યો હતો.