આગામી જન્માષ્ટમી તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફીક વયવસ્થા જળવાઇ રહે ગેર વ્યવસ્થા અટકાવવા તેમજ સલામતીની દ્રષ્ટિએ પોલીસ અધિક્ષક તરફથી મળેલ દરખાસ્ત ધ્યાને લઇ જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા એમ.એ. પંડયાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી દ્વારકા શહેરમાં નીચે મુજબના વિસ્તારને તા. 31-8-ર021 સુધી પાર્કિંગ ઝોન તથા નો પાર્કિંગ ઝોન જાહેર કરેલ છે.
જાહેરનામા મુજબ પુર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક સુધી પુર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી પ0 મીટર ત્રીજયામાં, જોધાભા માણેક ચોકથી શીવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઇટ સુધી 100 મીટરની ત્રિજયા, ત્રણ બતી ચોક થી મહાજન બજાર ચાર રસ્તા ત્રણ બતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી 50 મીટરની ત્રીજયા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક હોમગાર્ડ ચોકથી શાક માર્કટ ચોક સુધી પ0 મીટર ત્રિજયા, શાક માર્કેટ ચોકની આજુબાજુનો વિસ્તાર 50 મીટર ત્રિજયા, એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર 100 મીટર ત્રિજયામાં, કિર્તિ સ્તંભની આજુબાજનો ર00 મીટરનો વિસ્તાર તેમજ સુદામા ચોક આજુબાજુનો ર00 મીટરનો વિસ્તાર અને ભથાણ ચોક આજુબાજુનો ર00 મીટર વિસ્તારનો ‘નો પાર્કિંગ ઝોન’ તરીકે તેમજ પ્રજાપતિની વાડી સામે આયલેન્ડ એપ્રોચ રોડ, સર્કિટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લું મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતી ઘાટ ખુલ્લું મેદાન, સ્વામિનારાયણ મંદિર પાછળનું ગ્રાઉન્ડ અને હાથીગેઇટ પાર્કીંગ વ્યવસ્થાનો ‘પાર્કિંગ ઝોન’ તરીકે ઉપયોગ કરી શકાશે.
દ્વારકા શહેરનું વન-વે અંગેનું જાહેરનામું
આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા એમ.એ પંડ્યાએ તેમને મળેલ સત્તાની રૂએ દ્વારકા શહેરમાં નીચે મુજબના વિસ્તારના રસ્તાઓ ને વન-વે તરીકે જાહેર કરેલ છે. જાહેરનામા મુજબ જોધાભા ચોકથી પૂર્વ દરવાજા સુધી અને ભથાણ ચોક થી પૂર્વ દરવાજા સુધી પ્રવેશબંધી, માત્ર એક્ઝિટ તા.31-08-ર0ર1 રાત્રિના 1ર કલાક સુધી વન-વે તરીકે ઉપયોગમાં લેવાનો રહેશે.