કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર સંચાલીત વિશિષ્ટ દત્તક સંસ્થાના માધ્યમથી આજરોજ દંપતી દ્વારા બાળકને દત્તક લેવામાં આવ્યું હતું. જેને સંસ્થાના પ્રમુખ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં બાળકનું દત્તક વિધાન કરવામાં આવ્યું હતું.
જામનગરની કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત વિશિષ્ટ દત્તક સંસ્થા દ્વારા અત્યારસુધીમાં 296 બાળકોને દેશવિદેશમાં વસ્તા વાલીઓને દત્તક વિધાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ સંસ્થાના પ્રમુખ કરશનભાઇ ડાંગરની ઉપસ્થિતિમાં હિયાનનું દત્તક વિધાન હિતેશભાઇ તથા મિનાબેનને કરવામાં આવ્યું હતું. જેના થકી બાળકને માતા-પિતા મળ્યા હતાં.