જામનગરના દરેડ ગામેથી માતા-પિતાથી છુટી પડેલ ચાર વર્ષની બાળકીને પંચકોષિ-બી ડિવિઝન પોલીસે તેના માતા-પિતા સાથે પુન: મિલન કરાવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કેટલાંક રાહદારી માણસો ચાર વર્ષની બાળકીને પોલીસ સ્ટેશન લાવતા તે બહારની ભાષા બોલતી હોય, તેમજ શું બોલે છે તે જાણવા મળતું ન હોય. એએસઆઇ ડી.ડી. જાડેજા તથા હેકો હિતેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઇ એમ.આર. રાઠવાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.એ. મોરી, એએસઆઇ ડી.ડી. જાડેજા, હેકો ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ચુડાસમા, પોકો ખિમાભાઇ જોગલ તથા વુમન પોકો જનકબેન ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા બાળકીના માતા-પિતાની તપાસ કરતાં દરેડ પાસેથી હરિશંકર બાબુરામ રાજપૂત તથા ગાયત્રી દેવી હરિશંકર રાજપૂત મળી આવતાં તેમની બાળકી તેમનાથી છૂટી પડી હોય, તેમનું પુન: મિલન કરાવ્યું હતું.