Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારઓખા નજીક ભારતીય જળસીમામાંથી પાકિસ્તાનની બોટ ઝડપાઈ

ઓખા નજીક ભારતીય જળસીમામાંથી પાકિસ્તાનની બોટ ઝડપાઈ

કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી: એક દઝન જેટલા ખલાસીઓની સઘન પૂછતાછ

ભારતની જળસીમામાં પ્રવેશ કરતી કરી અને માછીમારી કરતા ખલાસીઓ સાથેની એક પાકિસ્તાની બોટને ભારતના કોસ્ટ ગાર્ડના જવાનોએ દરિયામાંથી ઝડપી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

પાકિસ્તાનની નાઝ એ કરમ નામની ફિશિંગ બોટ ઓખા નજીકની જળસીમામાં પ્રવેશી હોવાથી “અરિંજય” શિપમાં ફરજ પર રહેલા કોસ્ટ ગાર્ડના જવાનોએ આ બોટને ઝડપી લીધી હતી.

આ બોટમાં 13 જેટલા ખલાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. જેઓને ઓખા લાવવામાં આવ્યા હતા. બોટ તેમજ ભારતીય જળસીમા આઈ.એમ.બી.એલ. નજીકથી ઝડપાયેલા ખલાસીઓને જુદી જુદી સુરક્ષા એજન્સીની ટીમો દ્વારા ઇન્ટ્રોગેશન હાથ ધરવામાં આવ્યું હતું. પૂછપરછના અંતે પાકિસ્તાની બોટના ખલાસીઓ સામે નવી બંદર મરીન પોલીસ ચોકીમાં ગુનો નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું કહેવાય છે.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ સિક્યુરિટીને વધુ મજબૂત બનાવવામાં આવી છે. ત્યારે અહીંથી ઝડપાયેલી પાકિસ્તાની બોટ તથા તેમાં રહેલા ખલાસીઓ ભારતીય જળસીમામાં કેવી રીતે ઘૂસી આવ્યા તે અંગે જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ દિશામાં સધન પૂછતાછ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular