Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સએશિયાકપ : છેલ્લી ઓવરમાં પાકિસ્તાન બાજી મારી ગયું

એશિયાકપ : છેલ્લી ઓવરમાં પાકિસ્તાન બાજી મારી ગયું

- Advertisement -

એશિયા કપ ટી-20ના સુપર ફોર રાઉન્ડમાં ભારતને પાકિસ્તાન સામે એક બોલ બાકી હતો,ત્યારે પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. કોહલીના 44 બોલમાં લડાયક 60 રનની મદદથી ભારતે 7 વિકેટે 181 રન ખડક્યા હતા. જોકે પાકિસ્તાને રિઝવાનના 51 બોલમાં 71 અને નવાઝના 20 બોલમાં 42 રનની મદદથી 19.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 182નો ટાર્ગેટ પાર પાડયો હતો. પાકિસ્તાનનો નવાઝ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

- Advertisement -

જોકે ભારતને આ હારને કારણે હવે એશિયા કપ ટી-20ની ફાઈનલમાં પ્રવેશવા માટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામેની બંને મેચ જીતવી જ પડશે. જીતવા માટે પાકિસ્તાને આખરી 12 બોલમાં 26 રનની જરુર હતી, ત્યારે આસિફ અલીએ ભુવનેશ્વરની બોલિંગમાં સિક્સર અને બે ચોગ્ગાની મદદથી 19 રન લીધા હતા. આખરી ઓવરમાં જીતવા માટે 7 રનની જરુર હતી, ત્યારે રોહિત અર્ષદીપને બોલિંગ આપી હતી. તેના પહેલા બોલ પર ખુશદીલે સિંગલ લીધો હતો.આસિફે ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર પછી ડોટ બોલ બાદ આસિફ લેગબિફોર આઉટ થયો હતો. આખરી બે બોલમાં બે રનની જરુર હતી, ત્યારે નવા બેટસમેન ઈફ્તિખારે ફૂલટોસ પર બે રન લીધા હતા અને પાકિસ્તાનને જીતાડયું હતુ. અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. રોહિત (28) અને રાહુલ (28)ની જોડીએ 31 બોલમાં 54 રનની ભાગીદારી કરી હતી. જોકે ત્યાર બાદ સૂર્યકુમાર 13, પંત 14, હાર્દિક પંડયા 0 પર આઉટ થતાં ભારતનો મિનિ ધબડકો થયો હતો. કોહલીએ 44 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 60 રન ફટકાર્યા હતા. કોહલી અને હૂડાએ 24 બોલમાં 37 રન જોડયા હતા. આખરી બિશ્નોઈએ 2 બોલમાં બે ચોગ્ગા સાથે 8 રન અણનમ રહીને નોંધાવતા ભારત 20 ઓવરમાં સાત વિકેટે 181 રન સુધી પહોંચ્યુ હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular