ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા કિનારે ગુજરાત સહિત દેશના હજારો માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરવા માટે જાય છે.માછીમારી કરતા સમયે અનેક પ્રકારની મુસ્કલીઓનો સામનો માછીમારોને સમુદ્રમાં કરવો પડે છે.જેમ કે ખરાબ હવામાન, બોટમાં યાંત્રિક ખામી અથવા બોટ ડૂબી જવાના બનાવો અનેક વાર બને છે.આ માછીમારો પરિવાર માટે પોતાના જીવ જોખમમાં મૂકી આજીવન રોજીરોટી માટે હજારો કિલોમીટર દૂર સમુદ્રમાં માછીમારી કરવા જાય છે.
પરંતુ માછીમારો માટે સૌથી મોટી સમસ્યા આપણો પાડોશી દેશ પાકિસ્તાન બની રહ્યું છે.આઝાદી પછી આજ સુધી દિવસ સુધી ભારત અને પાકિસ્તાનના સબંધો માત્ર જમીન સીમા માટે નહિ પણ અરબી સમુદ્રમાં માં જળ સીમમાં પણ એટલાજ તંગ બની ગયા છે.અને જેનો ભોગ ગુજરાત અનેક માછીમારો બની રહ્યા છે.
પાકિસ્તાનની જળ સીમાં નજીક આવેલા ગુજરાત રાજ્ય નાં અનેક જિલ્લાઓના માછીમારો ને પાકિસ્તાન સિક્યુરિટી એજન્સીઓ દ્વારા ઉપાડી જવામાં આવે છે અને વર્ષો સુધી તેને કેદી બનાવી હેરાન કરવામાં આવે છે.અને આથી માછીમારોના પરિવાર જનો ની હાલત અત્યંત દયનિય બની જાય છે.
કેટલાક માછીમારોના નાં એકજ પરિવારના બે અથવા ત્રણ લોકો પાકિસ્તાનની જેલમાં કેદ છે.પરિવારના મુખ્ય કમાવનાર જેલમાં હોવાથી પાછળથી પરિવારની હાલત ખુબ ખરાબ બની જાય છે.પરિવારની મહિલાઓને લાકડા કાપીને અથવા અન્ય ઘરના કામો કરી બાળકોને ઉછેર કરવા મજબૂર બને છે.
પાકિસ્તાની સિક્યુરિટી માછીમારોની સાથે સાથે તેમની લાખો રૂપિયા ની બોટ પણ જપ્ત કરીને લઈ જાય છે.જે આજ સુધી પરત આપવામાં આવી નથી.ભારત સરકારે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 1100 થી વધુ નાની- મોટી માછીમારી બોટ પણ પાકિસ્તાનના કબ્જા માં છે.જેની ભારતીય મૂલ્ય મુજબ તેની કીમત આંદાજે 400 થી 500 કરોડ રૂપિયા છે.
હાલમાં ગુજરાત ના 500 થી વધુ માછીમારો પાકિસ્તાની જેલમાં સબડે છે.જેમાં 74 માછીમારો દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે. જેમાં બેટ દ્વારકા નાં 18, દ્વારકા 9, ઓખા 29, વાડીનાર 2, સલાયા 10, આરંભડા 3, પોસિત્રા 3 આમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ” 74 ” જેટલા માછીમારો 6 મહિના થી 3 વર્ષ જેટલા સમયથી પાકિસ્તાની જેલમાં કેદ છે.તેમને મુક્ત કરવા માટે તેમના પરિવાર દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકારને રજૂઆતો પણ કરવામાં આવી છે.કે આગામી 15મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રિય પર્વ સ્વતંત્ર દિનની ઉજવણી નિમિતે માછીમારોને પાકિસ્તાન થી મુક્ત કરવામાં આવે તેમાટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાના માછીમાર પરિવારની મહિલાઓ એ દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને તેમની લાગણી ઉચ્ચ કક્ષા સુધી પહોંચડવા માટે રજૂઆત કરી હતી.
હાલમાં ભારત નાં જેટલા માછીમાર લોકો પાકિસ્તાની જેલમાં છે તેમના પરિવારને રોજનાં 300 રૂ. લેખે મહિને રૂ 9000/ હજાર જેટલી મદદ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે.