Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયરૂા.757 કરોડમાં વેંચાયું પાબ્લો પિકાસોનું પેઇન્ટીંગ

રૂા.757 કરોડમાં વેંચાયું પાબ્લો પિકાસોનું પેઇન્ટીંગ

- Advertisement -

સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનું નામ પેઇન્ટિંગની દુનિયામાં ખૂબ આદર સાથે લેવામાં આવે છે. તેમની પેઇન્ટિંગ કરોડોની કિંમતે હરાજીમાં વેચાય છે. ફરી એકવાર પિકાસોની પેઇન્ટિંગે હરાજીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પિકાસોના ’મેરી થ્રી’ નામના પ્રખ્યાત પેઇન્ટિંગ માટે અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં હરાજી યોજાઇ હતી. આ પેઈન્ટિંગ માત્ર 19 જ મિનિટમાં 757 કરોડ રૂપિયામાં વેચાયું હતુ.

આ પેઇન્ટિંગ 1932માં પિકાસો દ્વારા બનાવવામાં આવ્યું હતુ. લગભગ 90 વર્ષ પછી, જ્યારે આ પેઇન્ટિંગ પ્રેક્ષકોની સામે મૂકવામાં આવ્યું, ત્યારે તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ખરેખર પેઇન્ટિંગની હરાજી 90 મિલિયન ડોલરમાં થઈ, પરંતુ ટેક્સ અને અન્ય ચાર્જ ઉમેરતા તેની કુલ કિંમત 103.4 મિલિયન ડોલર એટલે કે 757 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ આ પેઇન્ટિંગની બોલી લગાવવામાં કોઈ વિલંબ ન થયો,અને લોકોએ તેની કિંમત ઝડપથી નક્કી કરી દીધી. માત્ર 19 મિનિટમાં, પિકાસોનું પેઇન્ટિંગ 103.4 મિલિયન ડોલરમાં વેચાયું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular