Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમાર્કેટ યાર્ડ પાસે ટૂંકસમયમાં ઓવરબ્રિજનું કામ શરૂ થશે

માર્કેટ યાર્ડ પાસે ટૂંકસમયમાં ઓવરબ્રિજનું કામ શરૂ થશે

- Advertisement -

જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડ પાસે રેલવે વિભાગનો રિપોર્ટ આવી જતાં ટૂંકસમયમાં ઓવરબ્રિજનું કામ શરુ થશે. આ અંગે કમિશનર સહિતના અધિકારીઓએ સમીક્ષા કરી સમગ્ર કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો જેવા કે, હાપા માર્કેટીંગ યાર્ડ પાસેના રેલવે ક્રોસિંગ ફાટક નં. એલસી નં. 188 ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયર તથા તુમની ટીમ સ્થળ તપાસ કરી કામ શરુ કરવા માટેના રિપોર્ટ તથા આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ટૂંકસમયમાં જ આ બ્રિજનું કામ શરુ કરવામાં આવશે. સદરહુ રેલવે ઓવરબ્રિજ રૂા. 41.89 કરોડના ખર્ચથી મંજૂર કરવામાં આવેલ છે. જે કામ પૂર્ણ થયેથી દરેક પ્રકારના વાહન વ્યવહારને ફાટકમાંથી મુક્તિ મળશે.

તદ્ઉપરાંત આ જ વિસ્તારમાં હાપા માર્કેટિંગ યાર્ડની સામે વોર્ડ નં. 11, ટીપી સ્કીમ નં. 1 ફાઇનલ પ્લોટ નં. 61માં કુલ રૂા. 10.08 કરોડના ખર્ચથી એક વિશાળ આરોગ્ય કેન્દ્રનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે. આ કામ પૂર્ણ થયેથી આરોગ્યની તમામ સુવિધાઓનો નગરજનોને લાભ મળશે.

- Advertisement -

આ સાથે રાધિકા સ્કૂલ (કાલાવડ રોડ)ની સામેથી 45 મિટર ટીપી રોડ કે જે હાપા માર્કેટિંગ યાર્ડના મુખ્ય રોડને જોડે છે તે ફોરલેન ડામર રોડ બનાવવાનું કામ પુર ઝડપે ચાલી રહ્યું છે. આ ફોરલેન રોડ થવાથી કાલાવડ રોડથી સીધુ જ હાપા વિસ્તારમાં ભારે વાહન વ્યવહારોને સળરતાથી પરિવહન કરી શકાશે. આમ, સમગ્ર કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા ગુણવત્તા અંગે દરેક પાસાઓની સમીક્ષા કરી કમિશનર વિજયકુમાર ખરાડી તથા ઇન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાનીએ પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના નાયબ ઇજનેરને જરુરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular