Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં 40 કરોડથી વધુના ભૂગર્ભ ગટરના કામોને બહાલી

જામનગર શહેરમાં 40 કરોડથી વધુના ભૂગર્ભ ગટરના કામોને બહાલી

- Advertisement -

જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 42.74 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 40 કરોડથી વધુના ભૂગર્ભ ગટરના કામનો સમાવેશ થાય છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં જામનગર શહેરમાં જુદા-જુદા વોર્ડમાં 40 કરોડથી વધુના સિવર કલેકશન પાઇપલાઇન નેટવર્કના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહાપાલિકાની જુદી-જુદી શાખાઓમાં ફર્નિચર આઇટમ ખરીદવા પાંચ લાખ મંજુર કરાયા હતા. જયારે સ્ટેશનરી માટે 10 લાખનું ખર્ચ મંજુર કરાયું છે. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કેનાલની સફાઇ માટે 16.38 લાખનું ખર્ચ મંજુર કરાયું છે. બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની, ઇન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular