જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતી યુવતીએ તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યાના બનાવ મુજબ જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં શિવ પ્રોવિઝનવાળી શેરીમાં રહેતી પ્રિયાબેન સંજયભાઇ બારૈયા (ઉ.વ.27) નામની યુવતીએ ગત્ તા. 27ના રોજ બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં પરિણીતાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું શનિવારે સાંજના મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મનોજભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.


