ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર રિસર્ચ સેન્ટરના ઉપક્રમે જાણીતા જૈનમુનિ ધીરજમુનિ મ.સા.નું રવિવારે પ્રવચન યોજાયું હતું.
આ પ્રસંગે ધર્મસભાને સંબોધતા જણાવેલ કે, મુશ્કેલી સંજોગોમાંથી નહીં પરંતુ ખોટી સમજણમાંથી જ ઉભી થાય છે. મનની સમસ્યાનું સમાધાન જ્ઞાનથી થાય છે. પ્રકૃતિના પરિવર્તનથી પ્રસન્નતા પ્રાપ્ત થયા વિના રહેશે નહીં.
જાણીતા દાનવીર આર.કે. શાહનું વિજયભાઇ શેઠ, કે.ડી. કરમુર વગેરે તેમજ કોટકોલાના સરપંચ શિલ્પા કેા. કરમુરનું આર.કે. શાહ અને મિનાક્ષી શાહનું પારુલ શાહે સન્માન કર્યું હતું. જ્યારે જૈન ભોજનાલયના રમેશભાઇ શાહ વગેરેની સેવાને બિરદાવવામાં આવી હતી. પૂ. ધીરગુરુદેવ આવતીકાલે સવારે 8 કલાકે લાલપુર પધાર્યા બાદ 9:30 કલાકે વ્યાખ્યાન અને સંઘજમણ યોજાશે. જશાપરના ઇતિહાસમાં પ્રથમવાર તા. 26ના ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે પધારવા કે.ડી. કરમુર, નારણ ગાગલીયા, ભીખુ કરમુરએ અનુરોધ કર્યો હતો.