Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઓશવાળ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા ઓશવાળ એજ્યુ. ડે ની ઉજવણી

ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા ઓશવાળ એજ્યુ. ડે ની ઉજવણી

સાંસ્કૃતિક કાર્યક્રમ, શિક્ષણ નીતિ સામેના પડકારો ઉપર કોન્ફરન્સમાં ચર્ચા - વિચારણા સહિતના કાર્યક્રમો યોજાશે

- Advertisement -

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તા.30 અને તા.31 ડિસેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્કૃતિક કાર્યક્રમ, શિક્ષણ, નીતિના પડકારો તેમજ શિક્ષણ ક્ષેત્રે આધુનિકરણ અને શિક્ષણ ક્ષેત્રે માટે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમગ્ર કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લાં 41 વર્ષથી જામનગરમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. 4 ડિસેમ્બર 1981 થી શરૂ થયેલી આ શિક્ષણ સંસ્થા આજે વટવૃક્ષ બની ગઈ છે. સંસ્થા દ્વારા અંગે્રજી માધ્યમની શાળા તથા કોલેજો જેવી કે, જીએસઈબી સ્કૂલ, બી.બી.એ., બી.કોમ, બી.સી.એ., એમ.બી.એ., એમ.સી.એ., આઈ.એમ.બી.એ., એમ.કોમ, એલ.એલ.બી. જેવી કોલેજો કાર્યરત છે. સંસ્થામાં નર્સરીથી પોસ્ટ ગે્રજ્યુએશન સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે સંસ્થા દ્વારા ચાલતી શાળા-કોલેજોમાં હાલ 5000 જેટલા બાળકો અભ્યાસ કરે છે તેમજ હાલમાં એમ.એસ.સી.આઈટીની પણ મંજુરી મળી હોય આવતા વર્ષે એમ.એસ.સી.આઈટીની કોલેજો પણ શરૂ થશે તેમજ આ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.

સમયની માંગને ધ્યાને લઇ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષણની સાથે સાથે આરોગ્યના ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. સંસ્થા દ્વારા જામનગર જિલ્લામાં સૌપ્રથમ લીલાવતી નેચર કયોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટર જામનગર થી 12 કિ.મી. દૂર લાખાબાવળમાં કાર્યરત છે ત્યારે ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પાયાના પથ્થર એવા લખમશીભાઈ ગોવિંદજી હરિયાની આગામી તા.31 ડિસેમ્બરે 111મી જન્મજયંતીને આ વખતે ઓશવાળ એજ્યુકેશન ડે (ઓ.ઈ.ટી. ડે) તરીકે ઉજવવાનું નકકી કરાયું છે. 41 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત લખમશીભાઈના અવતરણ દિવસને ઓ.ઈ.ટી. ડે તરીકે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ ઓ.ઇ.ટી. માઇલસ્ટોર્ન તરીકે ‘એક ગાથા શિક્ષણ કી અનેક ગાથા મૂલ્યો કી’ ના સૂત્ર સાથે ઉજવવામાં આવશે.

- Advertisement -

આ ઉજવણી અંતર્ગત તા.30 અને તા.31 ડિસેમ્બરે બે દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં આવતીકાલે તા.30 ના રોજ ઓ.ઈ.ટી. ડે ઉજવણી માટે દેશ-વિદેશથી પધારેલા અતિથીઓ લાખાબાવળના લીલાવતી નેચર કયોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટરની મુલાકાત લેશે. જ્યાં નેચરોપેથી અંગે ત્યાંના ડોકટરો પાસેથી કુદરતી ઉપચાર પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી મેળવશે. આ ઉપરાંત આજ દિવસે સાંજે ઓશવાળ એજ્યુ. ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા હરિયા કોલેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત તા.31 ડિસેમ્બરના રોજ ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલ ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિક્ષણનીતિ સામેના પડકારો તથા નિયમિત શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણને પુન: શોધવા જેવા વિષયો ઉપર શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ચર્ચા – વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત આ કોન્ફરન્સમાં સંસ્થાના દેશ-વિદેશથી પધારેલા દાતાઓ, ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ/હોદ્ેદારો, સ્થાપક ટ્રસ્ટીઓ/હોદ્ેદારો, સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહાનુભાવો, સંસ્થાના ભૂતપૂર્વ તથા વર્તમાન કર્મચારીઓ, વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે તેમજ પધારેલ મહાનુભાવો, મહેમાનો તથા કર્મચારીઓ માટે યોગ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ પત્રકાર પરિષદમાં સંસ્થાના ટ્રસ્ટી રમણિકલાલ શાહ, ભરતેશભાઇ શાહ, જેન્તીભાઇ હરિયા, કેશવજીભાઈ ગોસરાણી, સેક્રેટરી ચંદુભાઈ શાહ, હરિયા કોલેજના કેમ્પસ ડાયરેકટર સ્નેહલ કોટક પલાણ, જીપાલ પટેલ, અજયભાઇ શાહ, ધવલભાઈ પટ્ટ, હેતલ સાવલા તથા બંસીબેન ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular