Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરનૌસેના દિવસ નિમિત્તે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

નૌસેના દિવસ નિમિત્તે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગઇકાલે રક્તદાન કેમ્પ યોજાયો : મહિલા કાર રેલી, વિજય દોડ, ચિત્ર અને ક્વિઝ સ્પર્ધા, બિટીંગ રિટ્રીટ સેરેમનિ સહિતના કાર્યક્રમોનું આયોજન

- Advertisement -

જામનગરમાં આઇએનએસ વાલસુરા દ્વારા નવસેના દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરુપે મહિલા કાર રેલી, વિજય દોડ, બિટીંગ રિટ્રીટ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

sena1

ભારતીય નૌસેના દ્વારા દરવર્ષે તા. 4 ડિસેમ્બરના દિવસે નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 4 ડિસેમ્બર-1971ના રોજ ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન ભારતીય નૌસેનાના જહાજો દ્વારા કરાંચી બંદર ઉપર કરવામાં આવેલ સફળ મિસાઇલ હુમલાની યાદમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નૌસેનાના કર્મચારીઓ કે જેઓ સીમાઓ ઉપર રાષ્ટ્રની રક્ષા કરે છે. તેમને સમર્પિત છે. જામનગરમાં ભારતીય નૌ સેના દ્વારા રક્તદાન શિબિર, ચિત્રકલા તથા ક્વિઝ સ્પર્ધા તેમજ બિટીંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય નૌસેના 79 વર્ષોેથી ભારતીય નૌસેનાની સાથે-સાથે વિદેશી નૌસેનાઓના કર્મચારીઓ માટે ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ, કોમ્પ્યુટર ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપે છે. પ્રશિક્ષણની સાથે સાથે શૈક્ષણિક, સામાજિક તેમજ સાંસ્કૃત્તિકક્ષેત્રમાં પણ સૌરાષ્ટ્રના લોકો સાથે મળીને કામ કરે છે.

- Advertisement -

sena2

આગામી 4 ડિસેમ્બરના રોજ નૌસેના ઉજવણીના ભાગરુપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરુપે ગઇકાલે ગુરુવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા. 23 નવેમ્બરના રોજ ક્લોક ટાવર, ભારતીય નૌસેના વાલસુરા ખાતે આંતર વિદ્યાલય ચિત્રકલા સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 4 ડિસેમ્બરના રોજ બિટ્રીંગ રિટ્રીટ, સૂર્યસમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મશાલ પ્રદર્શન તથા વિવિધ કાર્યક્રમો યોજાશે. 12 ડિસેમ્બરે હિલ્સ ઓન વ્હીલ્સ વુમન પાવર ટુ એમ્પાવર થીમ અંતર્ગત કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સૌરાષ્ટ્ર ક્ષેત્રની યુવા મહિલાને ઉત્સાહીત કરવા આજુબાજુના ગામડાંઓમાંથી પસાર થઇ સમાજમાં મહિલાઓના ઉર્ત્થાન અને દેશને વિકાસના ક્ષેત્રે આગળ વધારવા માટે મહિલાઓને પ્રેરિત કરશે. નૌસેના સપ્તાહ અને સ્વર્ણિમ વિજય વર્ષ અંતર્ગત તા. 5 ડિસેમ્બરના રોજ 12 કિ.મી.ની વિજય દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાલસુરા સ્ટેડીયમથી પ્રસ્થાન થશે અને આ જ સ્ટેડિયમ ખાતે પૂર્ણ થશે. આ વિજય દોડમાં નૌસેના, થલસેના, વાયુસેના અને નાગરિકો સહિત 400 કર્મચારીઓ જોડાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular