પાન ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ એથ્લેકિટસ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. જેમાં જામનગરના હોમગાર્ડ જવાન પ્રદિપ ટીમરાવાલાએ પણ પોતાનું કૌવત દાખવ્યું હતું. જેમાં 100 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવી જામનગર હોમગાર્ડનું રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે. આ હોમગાર્ડ જવાન શહેર, જિલ્લા અને ત્યારબાદ રાજ્યકક્ષાએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઇ મેડલો મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો હતો. તેની આ સિધ્ધિ બદલ જિલ્લા કમાન્ડન્ટ એસ.જે. ભીંડી, ઇન્ચાર્જ કમાન્ડન્ટ અને લીગલ ઓફિસર જી.એલ. સરવૈયા, સીટી-એ યુનિટ ઓફિસર કમાન્ડીંગ હિતેશ જેઠવા તથા હોમગાર્ડ પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.