ભારતીય જૈન સંગઠન-ગુજરાત, રોટરી ડીસ્ટ્રીકટ 3060 તથા રોટરી કલબ ઓફ સેનોરાઝ ના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે આજના યુગમાં દરેકને આત્મ નિર્ભર બનાવવા તથા ર1મી સદીમાં ભવિષ્યને ઉજાગર કરવાના હેતુથી ઓનલાઈન કમ્પ્યુટર તાલીમનું આયોજન કર્યું છે.
આ ઓનલાઈન તાલિમમાં 7પ000 વ્યક્તિઓને કમ્પ્યુટર શીખવવાનું લક્ષ્યાંક હાથ ધર્યું છે. જેમાં ઉમરનો કોઈ બાધ નથી. રીટાયર્ડ વ્યક્તિઓને પણ આજે કમ્પ્યુટર શીખવાની જરૂર પડે છે. ડીઝીટલ મીડીયાના ઉપયોગથી તેઓ પોતાનો સમય સારી રીતે પસાર કરી શકે છે. ઘરની ગૃહિણી આજે યુટયુબપરથી શીખીને રસોઈ બનાવે છે કમ્પ્યુટર પર ઓનલાઈન માર્કેટીંગ કરે છે તથા શેર બજારના સોદા કરતી હોય છે. એક બહેન કોલેજમાં ભણતી હોય તથા બીજી બહેન સંજોગોવસાત કોલેજ શિક્ષ્ાણ લઈ શકેલ નહોય તેવી વ્યક્તિઓ માટે આ ઘર બેઠા ગંગા છે. આજના કોરોના કાળમાં ફક્ત 100 રૂપિયામાં ઝૂમ પ્લેટફોર્મ પર જેમની પાસે ઘરે કમ્પ્યુટર છે તેઓ ઘર બેઠા આ શીખી શકેશે. આ તાલિમમાં કોઈપણ ધર્મ, જાતિ કે ઉમર તથા કોઈ પણ શૈક્ષ્ાણિક લાયકાત ધરાવતા પુરુષ તથા મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.
BJS ગુજરાત ના ઉપપ્રમુખ ડો. કલ્પનાબેન ખંઢેરીયા જણાવે છે કે તા. 26 જાન્યુઆરીના રોજના BJS સ્થાપક પ્રમુખ શાંતિલાલ મુથ્થાજી, BJS ગુજરાતના પ્રમુખ રાજેશભાઈ સુરાનાએ આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું તથા રોટરી ડીસ્ટ્રીકટ 3060ના ગવર્નર સંતોષભાઈ પ્રધાન અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાા હતા.
તે માટેનો પ્રથમ બેચ તા. ર7 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે બીજો બેચ તા. 1 ફેબ્રુઆરીથી બપોરે ર થી 3 સમય દરમિયાન શરૂ થવા જઈ રહેલ છે જે માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન https://rzp./I/BJSBatch ઉપર કરાવી શકાશે.
આ તાલિમ ત્રણ અઠવાડીયા સુધી સોમ થી શુક્ર ચાલશે. આ તાલિમમાં માઈક્રોસોફટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ તથા અન્ય ઘણી ઉપયોગી એપ્સ અને ડીઝીટલ માર્કેટીંગ, વ્યવસાયને અને આવડતને ડીઝીટલ મીડીયાના ઉપયોગથી કઈ રીતે વિક્સાવવો સોશ્યયલ મીડીયાની તાકાત તથા તેનો યોગ્ય ઉપયોગ વિશે itguruji.in નાનિષ્ણાંત તજજ્ઞો દ્વારા તાલિમ તથા વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
જેમની પાસે ઘરે કમ્પ્યુટર ન હોય તેમને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રૂા. 100ની પેમેન્ટ રીસીપ્ટ ડાઉનલોડ કરી રજુ કરવાથી રોટરી કલબ ઓફ સેનોરાઝના સેક્રેટરી પ્રાચી કીરકોલ (7016907616) ખવક ક્વીનના પ્રમુખ, પ્રોજેકટ ડીરેકટર હીનાબેન મહેતા (94ર69ર7232), કપીલાબેન રાઠોડ (7016201959) તથા અમિતભાઈ કુંડલિયા (94ર7રર4પપપ)નો સંપર્ક કરવાથી તેમના માટે બીજી સ્કૂલ – કોલેજમાં તેઓ કમ્પ્યુટર પર શીખી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે જેનો કોઈ ચાર્જ નથી. તો આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા ખવક જામનગર ડીસ્ટ્રીકટના પ્રમુખ વિપુલભાઈ કોઠારીની યાદી જણાવે છે.