Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઓપન સિનિયર તથા અંડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન - VIDEO

જામનગરમાં ઓપન સિનિયર તથા અંડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન – VIDEO

રાજેન્દ્ર જાડેજા કપ તથા વામન જાની કપનો 7 એપ્રિલથી પ્રારંભ થશે: 40-40 ઓવરની સીઝન બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ

- Advertisement -

જામનગર શહેરમાં આગામી તા.07 એપ્રિલથી અંડર 14 અને ઓપન સિનિયર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા જામનગરમાં ક્રિકેટ બંગલા ખાતે ગુરૂવારે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ટૂર્નમેન્ટ અંગે માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત) અને જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા જામનગરના ક્રિકેટ બંગલા ખાતે સિઝન બોલ – વનડે નોકઆઉટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ રણજી ખેલાડીઓના નામે આ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે. જેમાં ઓપન સીનીયર ક્રિકેટરો માટે રાજેન્દ્ર જાડેજા કપ તથા અન્ડર 14 ક્રિકેટરો માટે વામન જાની કપ યોજાશે. જેનું રજીસ્ટે્રશન તા.30 સુધી ચાલુ છે. જેમાં અંદાજિત 30 થી વધુ ટીમો ભાગ લેશે અને એકાદ મહિના જેટલો સમય આ ટૂર્નમેન્ટ ચાલુ રહેશે તેમ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના હોદ્ેદારોએ જણાવ્યું હતું. આ ટૂર્નામેન્ટ 40-40 ઓવરની રહેશે. તેમજ આઈસીસી અને બીસીસીઆઈના નિયમોને આધિન આ ટૂર્નામેન્ટ રમાડવામાં આવશે. આ ટૂર્નામેન્ટના ફોર્મ ભરવાની પ્રક્રિયા 30 તારીખે પૂર્ણ થ્યા બાદ આવેલ ફોર્મને આધારે ટીમોનો ડ્રો કરવામાં આવશે. જેના આધારે મેચોનું સેડયુલ નકકી થશે.

- Advertisement -

આ ટૂર્નામેન્ટનો 7 એપ્રિલના રોજ પ્રારંભ થશે. મેચો સવારે 09 વાગ્યે પ્રારંભ થશે. મેચમાં પ્રથમ બોલીંગ કરનાર ટીમે નિર્ધારીત સમયમાં 40 ઓવર પૂર્ણ કરવાની રહેશે નહીંતર ઓવરોની પેનલ્ટી લાગશે તેમજ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમ તથા રનર્સઅપ ટીમને ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ સહિતના ઈનામ પણ આપવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે કમિટીઓની રચન પણ કરવમાં આવી છે. જેમાં ટૂર્નામેન્ટના ચેરમેન તરીકે કશ્યપભાઈ મહેતા તથા કમિટિમાં વિજયભાઈ બાબરીયા, સુનિલભાઈ વાઘેલા, ભરતભાઇ મથ્થર, વિહાર જાડેજા, કરણ પટેલ, નરેનભાઈ કણજારીયા, વિજયભાઈ ચાન્દ્રા, આશિષભાઈ પુંજાણી, ગ્રાઉન્ડ કમિટીમાં દુદાભાઈ બગડા, યશ જોશી, સૂર્યરાજ જાડેજા, રોહન મથ્થર, સાહિલ ગુસાણી, આશદિપ જાડેજા, જગુ રુડાચ, પૃથ્વી કટારીયા, કેરવ રાવલ, ફ્રેહાન ઝડિયા, મીત તાલા, નિર્સગ કાસુન્દ્રા, મહિપત મકવાણા, દિગ્વીજય જાડેજા, નેહા ચાવડા, રિધ્ધી રૂપારેલ, ખુશી ભીંડી, ફોરમ પરમાર સહિતના જહેમત ઉઠાવશે.

આ પત્રકાર પરિષદમાં જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા, ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવ, સેક્રેટરી મહેન્દ્રસિંહ ચૌહાણ, ભરતભાઈ મથ્થર સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular