સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ-જામનગરના સૌજન્યથી આહિર એક્ટિવ ગ્રુપ-જામનગર દ્વારા આયોજિત સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રોફી-2022-23 ઓપન ગુજરાત ટેનિસ બોલ-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 14 વર્ષથી વધુ વયજૂથના આહિર સમાજના ખેલાડીઓ માટે કરવામાં આવ્યું છે.
જામનગર ખાતે વિશાલ હોટલ સામે આવેલ વસંત પરિવારની વાડીના મેદાનમાં આ ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 27 ડિસેમ્બરના દિવસે કરવામાં આવશે. આહિર સમાજના ખેલાડીઓ માટે મર્યાદિત ઓવરનો ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેના નિયત ફોર્મ (1) જામનગરમાં સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ, નિઓ સ્ક્વેર, અંબર સિનેમાની બાજુમાં ફોન : 0288-2676688 (2) ખંભાળિયામાં સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ પો.ઓ. રોડ ફોન : 02833-233388 (2) ભાણવડમાં સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમો. ટ્રસ્ટ, વેરાડ નાકા બહાર ફોન : 02896-232188 સ્થળેથી મળી શકશે. ટુર્નામેન્ટનો ડ્રો તા. 23 ડિસેમ્બરના રોજ 7 વાગ્યે સત્યમ કોલોની, આહિર સમાજની વાડી, જામનગર ખાતે રાખેલ છે.
આ અંગે વધુ માહિતી આનંદભાઇ માડમ, મયૂરભાઇ આહિર મો. 99799 59616, ભરતભાઇ બૈડીયાવદરા મો. 9978553757, લાલાભાઇ ગોજીયા મો. 8200057572, રામભાઇ ભેટારીયા મો. 9925990146નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.