જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા/ આઈ. ટી. આઈ. દ્વારા આગામી તા. 12 જૂનના રોજ સવારે 10: 30 કલાકે સેમિનાર હોલ, ચોથો માળ, આઈ. ટી. આઈ. કેમ્પસ, સુમેર ક્લબ રોડ, જામનગર ખાતે એપ્રેન્ટિસ/ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એપ્રેન્ટિસ/ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતા દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ઉપરોક્ત રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો- ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર હાજર રહેવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.