Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરલોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાચિનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન

લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાચિનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન

146 જેટલી દિકરીઓ વિવિધ પ્રકારના રાસ રજૂ કરશે : છેલ્લાં બે મહિનાથી ચાલતી પ્રેકિટસ

- Advertisement -

માઁ આદ્ય શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે કે નવરાત્રિ ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં પ્રાચિન-અર્વાચિન ગરબીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓ નવરાત્રિ પર્વને લઇ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને છેલ્લાં બે વર્ષ કોરોનાકાળને કારણે મન મૂકીને નવરાત્રિની ઉજવણી થઈ ન હોય આ વર્ષે બાળાઓ તથા ખેલૈયાઓ નવરાત્રિની મન મૂકીને ઉજવણી કરવા આતૂર છે. જામનગરમાં પ્રસિધ્ધ એવી લોટસ ચેરિ.ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવ-2022 માં બાળાઓ વિવિધ રાસ-ગરબાની તૈયારીઓ કરી રહી છે. આ અંગે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

યુવાનો-યુવતીઓમાં વ્યકિત વિકાસ તથા વ્યકિતત્વ વિકાસ માટે પ્રયત્નશીલ સંસ્થા એટલે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સામાજિક-શૈક્ષણિક-સાંસ્કૃતિક આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે, શિબિરો, વિભિન્ન ઉત્સવોનું આયોજન, મેડીકલ કેમ્પ યોજાતા હોય છે તેમજ સંસ્થા દ્વારા વિનામૂલ્યે અંતિમ રથની સેવા પણ ઉપલબ્ધ છે તેમજ સાંસ્કૃતિક વારસાના જતનને ધ્યાનમાં રાખી ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ-ગરબાના ભવ્ય વારસાના જતન માટે છેલ્લાં ઘણાં સમયથી સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વૈવિધ્યસભર પ્રાચિનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સરગમ નવરાત્રિમાં પ્રાચિન અર્વાચિન પરંપરાઓ અનુસાર 146 જેટલી દિકરીઓ માઁ જગદંબાની આરાધના કરે છે. જામનગરની જનતા માટે કોઇપણ જાતની પ્રવેશ વગર પારિવારિક રીતે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે.

આ વર્ષે તા.26 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી રાત્રે 8:30 થી 12:00 દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે સરગમ નવરાત્રિ મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6060 ફૂટના વિશાળ સ્ટેજ ઉપર દિકરીઓ રાસ-ગરબા રજૂ કરશે તેમજ નવરાત્રિ દરમિયાન 6 થી 7 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ શહેરના સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરો વગેરે આ નવરાત્રિ મહોત્સવ માણવા ઉપસ્થિત રહેશે. સમગ્ર એરેનાની વ્યવસ્થા માટે 25 થી વધુ પ્રાઈવેટ સિકયોરિટી ઉપરાંત 15 થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે તેમજ નવરાત્રિ મહોત્સવનું જય કેબલ દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જય કેબલની વેબસાઈટ ઉપર પણ દેશ-વિદેશમાં રહેતા લોકો આ નવરાત્રિ મહોત્સ નિહાળી શકશે. સમગ્ર મહોત્સવ દરમિયાન જામનગરના જાણીતા હાસ્ય કલાકાર વસંત પરેશ ‘બંધુ’ લોકોને મનોરંજન કરાવશે.

- Advertisement -

સમગ્ર નવરાત્રિ મહોત્સવ માટે છેલ્લાં બે મહિનાથી વધુ સમયથી 146 થી વધુ દિકરીઓ પ્રેકિટસ કરી તમામ ગરબાઓ માટે તાલથી તાલ મીલાવી રહી છે. 146 બાળાઓને પાંચ ગુ્રપમાં વિભાજીત કરવામાં આવી છે અને ‘માડી તારા અઘોર નગારા વાગે’, ‘મોર બની થનગનાટ કરે’, ‘દૂર્ગા સ્તૃતિ’, ‘ગણેશ સ્તૃતિ’ જેવા 30 થી વધુ રાસ-ગરબાઓ તથા મેડલી તૈયાર કરવામાં આવ્યાં છે. છેલ્લાં બે માસથી વધુ સમયથી વૈશાલી સંઘવી, લાજેશ પંડયા, દર્શના પંડયા અને તેમની ટીમ સમગ્ર નવરાત્રિ મહોત્સવની કોરિયોગ્રાફી માટે જહેમત ઉઠાવી રહી છે. લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 756 ફૂટનું વિશાળ થ્રીડી, એલઈડી સ્ટેજ તૈયાર કરવામાં આવનાર છે.

સરગમ નવરાત્રિ મહોત્સવ 2022 ને સફળ બનાવવા લોટસ ચેરી.ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત ઢોલરિયા, શૈલેષ પટેલ, બિપીન સોરઠીયા, જમન બાબીયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારીયા, હેમંત ગમડીયા તેમજ નવરાત્રિ ક્ધવીનત તરીકે રાજન મુંગરા, હસમુખ રાબડીયા, ભાવેશ કાનાણી, ચેતન ઢોલરીયા, સુભાષ ઘાડિયા, પ્રફુલ્લ લીંબાસીયા તેમજ વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા ટીમ જહેમત ઉઠાવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular