Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નેત્રયજ્ઞનું આયોજન

જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નેત્રયજ્ઞનું આયોજન

એચ.જે.લાલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા સતવારા સમાજની વાડી, કાલાવડ નાકા બહાર, વણકર સમાજની વાડી, શંકર ટેકરીઅને કેવડાપાટ સ્કુલ, ધરારનગર-1 બેડી, જામનગર ખાતે આંખના કેમ્પ થશે

- Advertisement -

જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 30 નેત્રયજ્ઞનું આયોજન હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ શ્રૃંખલાના વધુ ત્રણ નેત્રયજ્ઞ આગામી તા.30 જુલાઇના શનિવારે સવારે 10 થી 1ર વાગ્યા દરમ્યાન સતવારા સમાજની વાડી, કાલાવડ નાકા બહાર, બાલનાથ મંદિર રોડ, તા.30 જુલાઇના શનિવારે સાંજે પ થી 7 વાગ્યા દરમ્યાન વણકર સમાજની વાડી, શંકરટેકરી ખાતે તેમજ તા.31 જુલાઇના રોજ સવારે 10 થી 1ર વાગ્યા દરમ્યાન કેવડાપાટ સ્કુલ, ધરારનગર-1, બેડી, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યા છે. આ આંખના કેમ્પમાં નંબર કાઢી આપી જરૂરીયાત જણાય તે તમામ નાગિરકોને નંબરવાળા ચશ્માનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. આ ત્રણેય નેત્રયજ્ઞમાં લાભ લેવા ત્રણેય વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારના નાગિરકોને આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે અનુરોધ ર્ક્યો છે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular