ખંભાળિયા શહેરમાં પાંચ હાટડી ચોક વિસ્તારમાં કંસારા શેરીની સામે રહેતા રાજેશ પબાભાઈ ધારાણી નામના શખ્સે એક પરિવારની સગીર વયની પુત્રીને કામના બહાને શારીરિક અડપલા કરતા આ સમગ્ર બનાવ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રાજેશ પબા ધારાણી સામે આઈ.પી.સી. કલમ 354 (ક) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે આરોપી રાજેશ પાબા ધારાણીની શુક્રવારે અટકાયત કરી, આજરોજ શનિવારે તપાસનીસ અધિકારી પીએસઆઈ ઠાકરીયા દ્વારા ઉપરોક્ત આરોપીને અહીંની અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.