Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઢોરને કારણે મૃત્યુના કેસમાં 34 લાખ ચૂકવવા આદેશ

ઢોરને કારણે મૃત્યુના કેસમાં 34 લાખ ચૂકવવા આદેશ

વડોદરા કોર્ટનો આદેશ : મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ કમિશનર અને ગુજરાતના ચીફ સેક્રેટરીએ સંયુક્ત રીતે વળતર ચૂકવવું પડશે

- Advertisement -

9 વર્ષ પહેલા વાઘોડિયા રોડ વિસ્તારમાં રસ્તા પર અચાનક ગાય આવી જતાં બાઇક ચાલક યુવકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો અને રસ્તા પર પટકાતા યુવકનુ મોત થયુ હતુ આ મામલે યુવકની પત્નીએ વડોદરા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો જેમાં કોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પરેશન, ગુજરાતના ચીફ સેક્રેટરી અને વડોદરા પોલીસ કમિશનરને આદેશ કર્યો છે કે મૃતક યુવકના પત્નીને વળતર તરીકે 34.20 લાખ રૂપિયા ચૂકવી આપવા.

- Advertisement -

બનાવ 9 વર્ષ પહેલા તા.24 જુલાઇ 2013ના રોજ બન્યો હતો. વાઘોડિયા રોડ પર વૃંદાવન કોમ્પ્લેક્સમાં રહેતા 43 વર્ષના કેતનકુમાર હસમુખભાઇ શાહ નોકરી પરથી બાઇક લઇને ઘરે પરત આવી રહ્યા હતા. રાતના 8.30 વાગ્યાના અરસામાં તેઓ વાઘોડિયારોડ પર વૈકુંઠ સોસાયટી પાસેથી પસાર થતા હતા ત્યારે રસ્તા પર અચાનક ગાય આવી ગઇ હતી. આ રસ્તા પર સ્ટ્રિટ લાઇટ પણ નહી હોવાથી કેતનને દૂરથી ગાય દેખાઇ નહતી અને અચાનક ગાય જોઇને બ્રેક મારી હતી જેથી બાઇક સ્લિપ થઇ હતી અને કેતન રસ્તા પર પટકાયો હતો આ સમયે કેતનનુ માથુ રોડ ડિવાઇડર સાથે અથડાતા તેને ગંભીર ઇજા થઇ હતી અને ત્રણ દિવસની ટૂંકી સારવાર બાદ તા.30મી જુલાઇએ તેનુ મોત થયુ હતું. કેતનના મૃત્યુથી પત્ની ઉપરાંત 17 વર્ષની પુત્રી અને 14 વર્ષનો પુત્ર નિરાધાર બની ગયા હતા. કેતનની પત્નીએ કેતનના મૃત્યુ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્યના ચીફ સેક્રેટરી અને પોલીસ કમિશનરને જવાબદાર ઠેરવીને વડોદરા સિવિલ કોર્ટમાં 56.66 લાખના વળતરનો દાવો માંડયો હતો. કેતનના પત્ની તરફી વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે જાહેર રસ્તા પર સ્ટ્રિટ લાઇટની સુવિધા આપવી અને રસ્તા પર રખડતા ઢોરને પકડવા એ કોર્પોરેશનની જવાબદારી છે આ જવાબદારીમાં સાથ આપવાની ફરજ પોલીસની છે અને આ બન્ને સંસ્થાઓ જો યોગ્ય કામ ના કરે તો તે કરાવવાની જવાબદારી ચીફ સેક્રેટરી ગુજરાતની છે. આ કેસમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી તરફથી એવો બચાવ કરવામાં આવ્યો હતો કે કેતન શાહ ઓવર સ્પીડ બાઇક ચલાવી રહ્યા હતા અને તેઓ બાઇક પર કાબુ રાખી શક્યા નહી એટલે અકસ્માત સર્જાયો હતો જેમાં તેઓનું મોત થયુ હતુ. પરંતુ આ દલીલોને સાચી સાબીત કરવા માટે ત્રણ પૈકી એક પણ સરકારી એજન્સી તરફથી કોઇ અધિકારી કે કર્મચારી કોર્ટમાં વિટનેસ બોક્સમાં હાજર રહ્યા ન હતા ઉપરાંત આ સરકારી એજન્સીઓ તરફથી ઉલટ તપાસ માટેની પણ માગ કરવામાં આવી ન હતી એટલે સિવિલ કોર્ટે નોંધ્યુ હતુ કે હતુ કે પ્રતિવાદીઓ કરેલો પોતાનો બચાવ ખોટો છે અને પોતાના બચાવ માટે કોઇ પુરાવાઓ પણ રજૂ કરાયા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular