તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રોકાયેલ કર્મચારીઓને 10 દિવસમાં તેમના મહેનતાણા ચૂકવી દેવા મુખ્ય નિર્વાચણ અધિકારીઓની કચેરી નાયબ સચિવ દ્વારા સર્વે જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓને પત્ર લખાયો છે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.1 -5 ડિસેમ્બરના રોજ બે તબકકામાં પૂપર્ણ થઈ છે. વિધાનસભા ચૂંંટણી પૂર્ણ થયે એક મહિના જેટલો સમય ગાળો વિતિ ગયો હોવા છતાં મતદાન સ્ટાફ અને ચૂંટણીલક્ષી કામગીરી માટે રોકાયેલ અન્ય સ્ટાફને મહેનતાણાના નાણા નહીં મળ્યા હોવાની ચુંટણી અધિકારીની કચેરી ગાંધીનગર ખાતે રજૂઆત મળી હતી. જેને લઇ પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તથા ચૂંટણી લક્ષી કામગીરી માટે રોકાયેલા અન્ય તમામ સ્ટાફને મહેનતાણાના નાણાં 10 દિવસમાં ચૂકવી દેવા અને નાણાં ચૂકવ્યા બાદ હવે કોઇ મહેનતાણાના નાણાં ચૂકવવાના બાકી રહેતાં નથી તે અંગેનું પ્રમાણપત્ર તા.15-1-2023 સુધીમાં મુખ્ય નિર્વાચન અધિકારી ની કચેરી ખાતે મોકલી આપવા સર્વે જિલ્લાના ચૂંટણી અધિકારીઓને પત્ર દ્વારા જણાવાયું છે.