જામનગરમાં સોશિયલ મીડિયા મારફત સમાજમાં બદનક્ષી અને માનહાનિ થાય તેવા મેસેજ વાયરલ કરનાર સામે બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવાતા અદાલત દ્વારા પોલીસ તપાસનો આદેશ કરવામાં આવ્યો છે.
જામનગર માં રહેતા હસમુખભાઈ છગનભાઇ રાઠોડ એ બદનક્ષી અંગે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે અભય પ્રીતમભાઈ ધોળકિયા નામના સોની બંધુ ઓ એ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી હતી કે હસમુખ રાઠોડ અને તેના મળતિયાઓ થી ચેતજો આવા લુખ્ખ તત્વો ને ઓળખો વગેરે જેવી માનહની અને બદનક્ષી થાય તેવી સોશિયલ મીડિયા મારફત પોસ્ટ વાયરલ કરી હતી. આથી હસમુખભાઈ રાઠોડ એ માનહાનિ અને બદનક્ષી સબ અદાલતમાં ફરિયાદ નોંધાવતા અદાલતે આરોપી અભય ધોળકિયા સામે પોલીસ તપાસનો આદેશ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી હસમુખભાઈ રાઠોડ તરફે વકીલ સંજય દાઉદીયા અને ભાવિકા જોશી રોકાયા હતા