Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાકટરને દંડ સજાનો હુકમ

ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાકટરને દંડ સજાનો હુકમ

- Advertisement -

જામનગરના કોન્ટ્રાકટર તરીકેનો વ્યવસાય કરતા દાનાભાઈ લક્ષ્મણભાઈ ગોજિયા પાસેથી તેના મિત્ર કોન્ટ્રાકટર નિખીલ મનસુખ હીરપરા દ્વારા જામનગર જિલ્લાના દેવળિયા ગ્રામ પંચાયતનું લેબરકામ રાખેલ હોય જે પરીપૂર્ણ થયા બાદ દાનાભાઈને નિખીલભાઈ પાસેથી કામના રૂા.8,90,000 કરાર મુજબ લેવાના થતા હોય જે પૈકી રૂા.4,30,000 રોકડેથી ચૂકવી આપેલ અને બાકી નીકળતી રકમ રૂા.4,60,000ની ચૂકવણી માટે એકસીસ બેંક જામનગરની ચેક આપ્યો હતો. જે ચેક દાનાભાઈએ પોતાના બેંક ખાતામાં ભરતા નાણાંના અભાવે પરત ફર્યો હતો. જેથી દાનાભાઈએ પોતાના વકીલ મારફતે નોટિસ આપી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ વસૂલ નહીં આપતા દાનાભાઈએ જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. આર.બી. ગોસાઈની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી કોન્ટ્રાકટર નીખીલભાઈ મનસુખભાઈ હીરપરા રે. પીપળિયા પ્રભુજી તા. કાલાવડ, જી. જામનગરનાને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.4,60,000 પુરાનો દંડ છે અને દંડની રકમ ફરિયાદીએ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. દંડની રકમ ચૂકવવામાં કશુર કરે તો વધુ ચાર માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી તરફે વકીલ અભિષેક બી. નંદા તથા હિતેશ ગાગીયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular