કેન્દ્ર સરકાર દ્વારા અનાજ-કઠોળ અને ડેરી પ્રોડકટો ઉપર પાંચ ટકા જીએસટી લાગુ કરવાના નિર્ણયનો સમગ્ર દેશના વેપારી મંડળો અને વિરોધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા અનાજ કઠોળ અને ડેરી પ્રોડકટ ઉપર પાંચ ટકા જીએસટી લગાડવાથી દેશના મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકારે જીએસટીની આવક વધારવા માટે રોજીંદા વપરાશમાં આવતા છાશ-દહીં, લસ્સી, પનીર, ગોળ, ખાંડ વગેરે ઉપર પાંચ ટકા જીએસટી લગાડવાથી મોંઘવારીનો માર સહન કરતી દેશની ગરીબ અને મધ્યમ વર્ગને પડતા ઉપર પાટુ મારવા બરોબર છે. જ્યારે બીજું બાજુ ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટીને ડોલરની સામે 80 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. ત્યારે વધતો ફુગાવો વધતી વેપાર ખાદ્ય ડોલર સામે રૂપિયાનું સતત ઘટતું મૂલ્ય, આયાતમાં વધારા સહિતના પરિબળો દેશના અર્થતંત્ર માટે નિરાશાજનક છે. ત્યારે કોંગ્રેસ ઉપરોકત ભાવ વધારાનો સખ્ત વિરોધ કરે છે અને આગામી દિવસોમાં આ ભાવ વધારા અને મોંઘવારી વિરૂધ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ કોંગ્રેસ સંગઠનના મહામંત્રી ભરતભાઈ વાળા દ્વારા જણાવાયું હતું.