Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસુશાસન ઉજવણીનો વિરોધ, કોંગ્રેસે પકાવી ખિચડી

સુશાસન ઉજવણીનો વિરોધ, કોંગ્રેસે પકાવી ખિચડી

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સરકારી કાર્યક્રમોને સમાંતર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા સતત પાંચમા દિવસે વિરોધ પ્રદર્શન સાથે સરકાર વિરોધી દેખાવો કર્યા હતાં. આજરોજ કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે થતા અન્યાય અંગે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -


જામનગરમાં સતત પાંચ દિવસથી કોંગ્રેસ દ્વારા સરકારી કાર્યક્રમોને સમાંતર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આજરોજ સરકાર દ્વારા કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે કોંગ્રેસે બિરબલની ખીચડી પકાવી સુશાસન ઉજવણીનો વિરોધ કર્યો હતો અને ખેડૂત બચાવો, ખેતી બચાવો અભિયાન અંતર્ગત વેપારીઓ તથા સરકારની મીલી ભગતનો આક્ષેપ સાથે ખેડૂતો સાથે થતા અન્યાય અંગે નાટય રૂપાંતર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ ઉપરાંત ભાજપાની પાંચ વર્ષની અસફળતા અંગે પત્રિકાઓનું વિતરણ કર્યુ હતું. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

આ તકે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા, જિલ્લા કોંગે્રસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, કોર્પોરેટરો રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, આનંદભાઈ રાઠોડ ઉપરાંત કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, કર્ણદેવસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ-કાર્યકરો ધરણા પર બેઠા હતાં અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular