જામજોધપુર તાલુકાના પાટણ ગામે સર્વ નં 288માં ખાનગી કપની દ્વારાવિન્ડ સોલાર માટે 1 હે.આરે.ચો.મી. 367-34-85 તથા સીટ નં-રહે.આરે. ચો.મી. 123-77-18 જેટલી જગ્યાની માંગણી કરી હતી. આ માગણીવાળી જગ્યામાં સ્થાનિક રહેવાસીની ખેતીની જમીનના રસ્તા આવેલ છે. સરકાર દ્વારા બાંધી આપવામાં આવેલ ચેકડેમો પણ છે તથા સ્થાનિક રહવાસીઓના પશુપાલન માટે ઘાસ ઉપજાવ જમીન છે જેથી પશુપાલક માલધારો લોકોના પશુઓનો નિભાવ થાય છે આ માંગણીવાળી જગ્યામાં ઘણા વૃક્ષે પાણીના ઝરણા તથા ધન દોર વિસ્તાર આવેલ છે તથા માગણી મુજબ સીટ ન-રની જગ્યામાં માલધારોના 5 નેશો આવેલ છે જેમાં 200 જેટલા માલધારીના ઘર અને 1000 જેટલા માલધારોઓના ધર વસવાટ કરે છે તથા ગાયો ઘેટા બકરા સહિત 3000 પશુઓ આવેલ છે.તેમજ આ જગ્યામાં ગોચર નીમ થયેલ છે.જો ખાનગી કંપને આ જગ્યા ફાળવાય તો ચરીયાણ ની મુશ્કેલી વધી જાય પશુઓના જીવ જોખમમાં મુકાય જાય માલધારો પશુઓ ઉપરની આજીવીકા બંધ થઈ જાય જેમને કારણે નાછૂટકે માલધારી ઓને અહી થી હીજરત કરવી પડે જેથી આ જગ્યા ખાનગી કંપનીને વિન્ડ -સોલાર હાઇબ્રિડ પાર્ક માટે ફાળવવા ગ્રામજનોએ વિરોધ દર્શાવી મામલતદાર કચેરોએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો જગ્યા ફાળવવામાં આવશે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જઇ ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.