જામનગરમાં 55/56 દિગ્વિજય પ્લોટ ખાતે તા.26 જુનથી ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે.
શાહ એજયુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન તથા મણીબેન વાઘજીભાઇ શાહના સહયોગથી આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી સંચાલિત ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 172 બેડની સુવિધા છે. આ ઉપરાંત 10 ઇમરજન્સી બેડ, 53 આઇસીયુ/એસઆઇસીયુ/એનઆઇસીયુ, 7 ઓપરેશન થીયેટર, 7 ફુલટાઇમ સ્પેશ્યાલીટી સહિતની સુવિધાઓની સાથે સાથે માઁ/આયુષમાન કાર્ડ ધારકોને ઓપરેશનની નિ:શુલ્ક સારવાર પણ ઉપલબ્ધ છે.