જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસો. (જેડીટીટીએ) દ્વારા ગઇકાલે સુમેર સ્પોર્ટસ કલબ ખાતે ઓપન જામનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 90થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સાંજે ટુર્નામેન્ટની ફાઇનલ યોજાઇ હતી. ત્યારબાદ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સર્ટિફીકેટ અપાયા હતાં.
જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એશોસીએશન દ્વારા પ્લેયર્સના પ્રોત્સાહન માટે આ વર્ષની ચોથી અને છેલ્લી ડિસ્ટ્રીક્ટ રેંકીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. ટુર્નામેન્ટ તા. 25ના રોજ સવારે 9 વાગ્યે સુમેર ક્લબ ખાતે ક્લબ તથા જેડીટીટીએ સંસ્થાના પ્રેસીડેન્ટ રાજુભાઇ શેઠ તથા વિક્રમસીંહ જાડેજા દ્વારા પ્રાસંગીક રમત રમી શરૂ કરવામાં આવી હતી. અન્ડર 12 વિજેતા ચેલ્સી વાચ્છાણી, રનર્સઅપ વિસા વાચ્છાણી, અન્ડર 13 બોય્ઝ વિજેતા હંસલીયા જય, રનર્સ અપ વાચ્છાણી નિરવ, અન્ડર 15 બોય્ઝ વિજેતા જીત માધવાણી, રનર્સ અપ યોગેશ પરમાર, અન્ડર 15 ગર્લસ વિજેતા ચેતના લુવા, રનર્સ અપ રુહિ વિઠલાણી, અન્ડર 19 બોય્ઝ વિજેતા હર્ષ પનારા, રનર્સ અપ કાલરીયા ક્રિષ, અન્ડર 19 ગર્લસ વિજેતા મેન્દપરા સ્નેહા, રનર્સ અપ જાડેજા ટીશાબા, વુમન્સ વિજેતા સંગીતા જેઠવા, રનર્સ અપ જાડેજા ટીશાબા, મેન્સ વિજેતા નિલેષ વિઠલાણી, રનર્સ અપ ડો. વિરલ મહેતા રહ્યા હતાં. આ ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ રેકોર્ડેડ પાર્ટીસીપેન્ટ જોડાયા હતા કુલ 90 થી વધારે ખેલાડીઓએ સવારે 8.30એ રીપોર્ટીંગ કરી સાંજે 7 વાગ્યા સુધી ટુર્નામેન્ટના અલગ અલગ રાઉન્ડમાં ભાગ લઇને આયોજનનો લાભ ઉઠાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ડીસ્ટ્રીક્ટના ખેલાડીઓ જોડાયા હતા જેમાં ખાસ નોંધનીય બાબત એ છે કે સીદસર અને લાલપુર ના ખેલાડીઓએ રંગ રાખ્યો હતો અને અનેક ટાઇટલ હસ્તગત કર્યા હતાં. ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે સીદસર શાળાએ સંપુર્ણ સહયોગ, બસ તથા કોચની વ્યવસ્થા કરી હતી.
જેડીટીટીએની સમગ્ર ટીમનો એકજ સંકલ્પ છે કે જામનગરમાં ટેબલ ટેનીસ રમત ને ખુબજ લોકપ્રિય બનાવવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચ તથા તાલીમ સહીતની દરેક સગવળોની ઉપલબ્ધી ખેલાડીઓ માટે ઉભી કરવી. ઉપરોક્ત ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પાસે નજીવી રૂ.100 એન્ટ્રી ફી લેવામાં આવી હતી. જેમાં ટુર્નામેન્ટનું આયોજન તથા દરેક ખેલાડીઓને સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું જેડીટીટીએ સંસ્થાના પ્રતિનીધીઓ દ્વારા આપવામાં આવ્યુ હતું.
સંસ્થાની દરેક ટુર્નામેન્ટને સફળ બનાવવાનો સંપુર્ણ શ્રેય જેડીટીટીએ કમીટી મેમ્બર્સનો હોવાનું સંસ્થાના વાઇસ પ્રેસીડેન્ટ જયેશભાઇ શાહએ જણાવ્યુ હતું.