Saturday, January 11, 2025
Homeરાજ્યગુજરાતધો.10ના રીપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10% જ પરિણામ

ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10% જ પરિણામ

- Advertisement -

- Advertisement -

ગુજરાતમાં કોરોનાણી મહામારીને ધ્યાનમાં રાખીને  ધો.10 અને ધો.12ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી. બે દિવસ અગાઉ ધો.12 સામાન્ય પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે આજે એટલે કે 25ઓગસ્ટના રોજ સવારે 8કલાકે ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. જેમાં 2લાખ 98હજાર વિદ્યાર્થીઓ માંથી માત્ર 3૦હજાર વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.

આજે ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. સવારે 8વાગ્યાથી બોર્ડણી વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે, જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે. ધોરણ 10ના કુલ 3 લાખ 26 હજાર 505 રિપીટર વિદ્યાર્થીએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2 લાખ 98 હજાર 817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 30 હજાર 12 વિદ્યાર્થી પાસ થયા છે. એટલે કે ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04% પરિણામ આવ્યું છે.

- Advertisement -

15 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓણી પરીક્ષા યોજવામાં આવી હતી. ધોરણ 10-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેમની પરીક્ષા કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી, પરંતુ સરકારે ધોરણ 10 -12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નહોતું, જેથી તેમણે પણ માસ પ્રમોશનની માગ કરી હતી અને આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી. પરંતુ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવી જોઈએ તેવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular