Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરશાળાઓમાં ઓનલાઇન શિક્ષણ સદ્ંતર બંધ

શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ સદ્ંતર બંધ

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ સંદ્તર બંધ કરવા નિર્ણય કરાયો હતો. જેના પગલે જામનગરમાં શાળાઓ વિદ્યાર્થીઓની હાજરીથી ધમધમી ઉઠી હતી.

- Advertisement -

કોરોનાની ત્રીજી લહેરની અસર ઓછી થવા લાગતાં સરકારે નર્સરીથી ધો. 12 સુધીના તમામ વર્ગો માટે ઓનલાઇન શિક્ષણ સંપૂર્ણપણે બંધ કરી પ્રત્યેક્ષ શિક્ષણની મંજૂરી આપતાં જાણે શિક્ષણ જગતમાં પ્રાણવાયુનો સંચાર થયો છે.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લાની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ સદંતર બંધ કરી દેવાતાં મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ લઇ રહ્યાં છે. તેમજ ઓફલાઇન શિક્ષણને કારણે બાળકોની મન:સ્થિતિમાં સુધારો જોવા મળશે. તેમજ ઓનલાઇન શિક્ષણથી ડિજિટલ એપ્લિકેશનના દુરઉપયોગના દૂષણોનો પણ ઘટાડો થશે. જામનગરમાં ઓફ લાઇન શિક્ષણ શરુ થતાં શાળાઓમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ શરુ થઇ ચૂકી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular