Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છતેલ-ગેસના ભંડાર માટે સૌરાષ્ટ્રની ધરતી ફંફોળતું ઓએનજીસી

તેલ-ગેસના ભંડાર માટે સૌરાષ્ટ્રની ધરતી ફંફોળતું ઓએનજીસી

- Advertisement -

પેટ્રોલિયમ અને ગેસના નવા ક્ષેત્રો શોધવા માટે ઓ.એન.જી.સી. દ્વારા હાલ જુનાગઢ, રાજકોટ તેમજ પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળોએ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જુનાગઢમાં પેટ્રોલ અને ગેસના સંશોધન માટે ઓએનજીસી કંપની દ્વારા 500 સ્કવેર કિલોમીટરના એરિયામાં સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. જેમાંથી 250 કિલોમીટરના એરિયામાં સર્વે થઈ ચૂકયો છે.માણાવદર તાલુકાના અલગ અલગ ગામડાઓમાં આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 4000 જેટલા સેન્સર મુકવામાં આવ્યા છે અને આ સેન્સરની મદદથી 50 થી 60 ફુટ ઉંડા ડ્રીલીંગ કરીને તેમાંથી નમુના લેવામાં આવી રહ્યા છે. ઓએનજીસીના પ્રોજેકટ ચેરમેનના જણાવ્યા અનુસાર પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં સેસ્મિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર વંથલી અને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સેસ્મિક સર્વેમાં જમીનમાં બોર કરી તેની પેટ્રો લેમ અને ગેસ માટે નહીં ક્ષમતાને ધ્યાને લઈ ડેટા એકત્રીત કરવામાં આવે છે. જમીનોમાં 50થી60 ફુટ સુધી ડ્રીલ દ્વારા બોર કરવામાં આવે છે. જેમાં ખાસ સેન્સરનો ઉપયોગ કરી અને ડેટા એકત્રીત કરવામાં આવે છે.
ભુગર્ભ સ્તરની ક્ષમતાના ડેટા એકત્રીત કરી તેમને ઓએનજીસી વડોદરા તેમજ દહેરાદૂન ખાતે મોકલવામાં આવે છે.આ સેસ્મિક સર્વેમાં કુદરતી ગેસ અને પેટ્રોલિયમનું સંશોધન કરવા માટે હોય છે. આ સર્વેમાં જે કુદરતી ગેસ અને પેટ્રોલિયમ પેદાશોના ડેટા મળે છે તેને આધારે ભુગર્ભમાં વધુ સર્વે માટેની કામગીરી હાથ ધરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં પહેલીવાર ઓએનજીસી દ્વારા શૈક્ષણિક સર્વે કરવામાં આવી રહ્યું છે. આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ પેટ્રોલ કે ગેસ અંગેની સ્પષ્ટતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરાશે.અગાઉ જીયોલોજીસ્ટની એક ટીમ દ્વારા આ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બીજો સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં એક દિવસમાં સાતથી આઠ સ્કવેર ફુટના વિસ્તારમાંથી નમુના એકત્રીત કરવામાં આવ્યા છે. 400 જેટલા કર્મચારીઓ સર્વેની કામગીરીમાં જોડાયા છે અને જૂન 2024 સુધી આ સર્વેની કામગીરી ચાલશે તેવું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular