પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે 95 વર્ષની વયે નિધન થયું હતું. શુક્રવારે સવારે તેમની તબિયત બગડતાં તેમને મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 5 વખત પંજાબના મુખ્યમંત્રી રહ્યા. કેન્દ્ર સરકાર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરશે. જૂન 2022માં પણ તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.